કોરોના: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની Plasma therapy થી કરાશે સારવાર
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ફેફસામાં ઈન્ફેક્શન વધી જતા આજે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા પરંતુ હવે તેમને મેક્સ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જ્યાં તેમની પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર કરવામાં આવશે.
નવી દિલ્હી: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Delhi Health Minister) સત્યેન્દ્ર જૈન (Satyender Jain)ને ફેફસામાં ઈન્ફેક્શન વધી જતા આજે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા ,પરંતુ હવે તેમને મેક્સ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જ્યાં તેમની પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર કરવામાં આવશે. બુધવારે સત્યેન્દ્ર જૈનનો કોરોના વાયરસ (Corona Virus) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદથી તેમની સારવાર દિલ્હીની એક હોસ્પિટલમાં ચાલુ હતી. આ બધા વચ્ચે આજે તેમને ઓક્સિજન સપોર્ટ પર ખસેડાયા હતાં.
લેટેસ્ટ માહિતી મુજબ હવે તેમને દિલ્હીના સાકેતની મેક્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યાં તેમની પ્લાઝમા થેરેપી ( Plasma therapy )દ્વારા સારવાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સત્યેન્દ્ર જૈનના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube